Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ડોલરની સામે રૃપિયો સતત નબળો પડતા , રફની ખરીદી કરનારા કારખાનેદારોની પરેશાની વધી.

ડોલરનો રેટ જેમજેમ વધે,તેમતેમ રફની ખરીદી કરનારા કારખાનેદારો માટે એક વધારાનો આથક બોજો વધતો રહે છે. ડોલરમાં કામકાજ કરતા આયાત નિકાસકારોને એવી કોઈ મોટી અસર આવતી નથી. પરંતુ ડોલરમાં ખરીદી બાદ રોકડમાં પેમેન્ટ કરવાના કિસ્સામાં વધારાની રકમ ડોલરનો રેટ વધતાં ચૂકવવી પડે છે.

ડોલરના રેટમાં જ્યારે વધારો થાય ત્યારે નાના કારખાનેદારો રફ ખરીદદારો ભેળવાઈ પડે છે. ડોલરનો રેટ ઘટે ત્યારે ફાયદો થાય છે. પરંતુ મોટાભાગે તો ડોલરનો રેટ સતત વધતો જ રહે છે, અને આના કારણે વધારાનું પેમેન્ટ ચૂકવવાના કિસ્સામાં એટલી લોસ પહેલેથી થઈ જાય છે. ડોલર 3-4 ધી જાય ત્યારે રોકડમાં તેની અસર 6-7 ટકા જેટલી આવતી હોય છે.
હીરા ઉદ્યોગમાં ડાયરેક્ટ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓની સંખ્યા 25-30 ટકા છે. જ્યારે 70 ટકા ધંધાર્થીઓ-કારખાનેદારો બીજાની પેઢીમાં રફ ઉતારતાં હોય છે. જેનું પેમેન્ટ રોકડમાં ધારા પ્રમાણે ત્રણ ચાર મહિને આપવાનું હોય છે. ડયૂ પેમેન્ટ વેળા ડોલરનો જે રેટ ચાલે છે, તે પ્રમાણે રોકડમાં ચૂકવણી કરવાની થતી હોય છે, એમ હીરા બજારના વેપારી કિર્તી શાહે કહ્યું હતું.
રૃપિયાની સામે ડોલર સતત વધતો હોય છે, ત્યારે રફના ખરીદદારો પેમેન્ટ ઊભા રાખવાનું વલણ પણ ડોલર ઘટવાની આશામાં રાખતા હોય છે. ડોલર ઘટે ત્યારે ફાયદો થાય છે. પરંતુ વધે ત્યારે તેટલો વધારો અને ડયૂ પેમેન્ટ પછીના વધારાના દિવસનું વ્યાજ પણ આપવું પડતું હોય છે.

संबंधित पोस्ट

JIO 31 દીવસની વેલીડીટી સાથે લઈને આવ્યો છે આ ધમાકેદાર પ્લાન, જાણો તમામ માહીતી

Karnavati 24 News

જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 12.41% થયો, ડેટા કરવામાં આવ્યો જાહેર

Karnavati 24 News

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

Karnavati 24 News

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

Karnavati 24 News

બનાવટી રિવ્યૂ પર કડક નિયમો બનાવાશેઃ શોપિંગ વેબસાઈટ પર ફેક રિવ્યૂ લખનારાઓની હવે કોઈ તબિયત નથી, સરકાર બનાવી રહી છે નવું માળખું

Karnavati 24 News

કુપોષણ મુક્ત મહેસાણા જિલ્લા માટે દૂધસાગર ડેરીની કટિબધ્ધતા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્ર માટે દુધસાગરની આગેવાની

Karnavati 24 News