Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

માર્કેટમાં તેજી / સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર

ગ્લોબલ માર્કેટમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રી-ઓપનિંગની ચાલથી જ ખબર પડી હતી કે ભારતીય શેરબજારો પણ સારા ઉછાળા સાથે ખુલી શકશે. IT, બેન્કિંગ, મેટલ શેરોમાં શાનદાર ઉછાળાના લીધે બજારને સપોર્ટ મળ્યો છે અને તે લીલા નિશાન પર ખુલ્યું છે.

માર્કેટ ઓપનિંગ

આજે સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 740.91 પોઈન્ટ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખુલ્યો હતો અને એનએસઈ નિફ્ટી 226.95 પોઈન્ટ અથવા 1.45 ટકાના વધારા સાથે 15,926.20 પર ખુલવામાં સફળ રહ્યો હતો.

નિફ્ટીની કેવી છે સ્થિતિ

આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 413 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળા સાથે 34,041 ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ

આજના કારોબારમાં નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજીમાં છે. આઈટી શેરોમાં 2.80 ટકા અને મીડિયા શેરોમાં 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. મેટલ શેરોમાં 1.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.31 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર 1.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.

संबंधित पोस्ट

LIC IPOમાં નાણાં રોકાણ કરવાની છેલ્લી તકઃ દેશનો સૌથી મોટો IPO આજે બંધ થશે, અહીં જાણો તમે તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો

વોટ્સએપ પર અદ્ભુત ફીચર, હવે ઉબેરનું બુકિંગ થશે મેસેજમાં, ખુબ જ આસાન છે ટ્રીક

Karnavati 24 News

સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 25નો વધારો ઝીંકાયો, 5વાર બે મહિનામાં વધારો ઝીંકાયો

Karnavati 24 News

વાહ ! ફક્ત ચાર વર્ષમાં જ આ શેરે તાંડવ મચાવ્યું, 30 હજારને બનાવી દીધા 30 લાખ રૂપિયા

Karnavati 24 News

ભારતમાં Paytmની સેવા થઈ ઠપ્પ, લેન-દેન અને એપ ઓપન કરવામાં એરર

Karnavati 24 News

આ સ્ટોક 850% થી વધુ ચઢ્યો છે, આના પર લગાવ્યો દાવ

Karnavati 24 News