Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ  અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકવામાં  આવ્યો છે. લેબમાં તૈયાર સૌથી વધુ 30.18 કેરેટના આ હીરાને જોઈ લોકો પણ આશ્ચર્યમાં છે. કારણ કે, આ નેચરલ ડાયમંડ નહીં, પરંતુ લેબ્રોરેટરીમાં તૈયાર ડાયમંડ છે. ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.

ઈન્ડસ્ટ્રીને વેગ આપવા તૈયાર કરાયો લેબગ્રોન ડાયમંડ – નેચરલ ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં ખ્યાતિપ્રાપ્ત સુરત હવે લેબ તૈયાર લેબગ્રોન ડાયમંડ માટે પણ વિશ્વ વિખ્યાત થઈ ગયું છે. છેલ્લા 5 વર્ષમાં સુરતથી ડાયમંડની નિકાસમાં 5 ગણો વધારો નોંધાયો છે. તો બીજી તરફ આ ઈન્ડસ્ટ્રીને વધુ વેગ આપવા સુરતના ઉદ્યોગકાર દ્વારા એક ખાસ લેબગ્રોન ડાયમંડ  તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયમંડ સૌથી વધુ 30.18 કેરેટનો છે. સુરતની હીરા કંપનીએ બનાવેલા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડને 10થી 13 જૂન સુધી અમેરિકાના લાસ વેગસમાં યોજાનારા વેટિકન જેસીકે લાસ વેગાસ શૉમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. હીરો વીએસટૂ ક્લેરિટી ધરાવે છે અને IIA રફ ક્રિસ્ટલમાંથી તૈયાર કરાયો છે..

હીરા કંપનીના માલિક કિશોર વીરાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આ એમરલ્ડ કટ લેબગ્રોન ડાયમંડ છે, જેને વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે  વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ આપ્યું છે. આ ડાયમંડ ગ્રીન ડાયમંડ છે. આ કોઈ હીરાની ખાણમાંથી નહીં, પરંતુ લેબ્રોરેટરીમાં તૈયાર ડાયમંડ છે. અત્યારે ગ્રીન ડાયમંડની ડિમાન્ડ આંતરાષ્ટ્રીય બજારમાં  વધારે છે. જ્યારે આ ડાયમંડને 4 અઠવાડિયામાં તૈયાર કરાયો છે. હીરાને કેમિકલ વેપોર ડિપોઝિશન પ્રોસેસથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રથમ વાર નહીં કે ગ્રીન ડાયમંડ એવિશ્વમાં પોતાની નવી ઓળખ ઊભી કરી હોય. અગાઉ પણ સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશ્ચર્યનો વિષય બન્યો હતો. આવા ડાયમંડ વિશ્વમાં પ્રથમ વખત જોવા મળશે. ખ્રિસ્તી સમાજ માટે ક્રોસ આસ્થાનું પ્રતીક છે. ત્યારે સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા હતા. તે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશ્ચર્યનો વિષય બન્યો હતા. સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ ડિઝાઈનના લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા હતા, જે વિશ્વમાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. જોકે, ક્રોસ 17 કેરેટ સિંગલ પિસ, એમ્રેલ 14 કેરેટ, ડોલ્ફીન 12 કેરેટ, બટર ફ્લાય 13 કેરેટ અને ફિશ 12 કેરેટ આ લેબગ્રોન ડાયમંડ આકર્ષણના કેન્દ્ર બન્યા હતો.

संबंधित पोस्ट

ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતું સ્થળ : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

Karnavati 24 News

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News

23 માર્ચ સુધી પાટીદારો પર થયેલા કેસ પાછા નહી ખેચાય તો ફરી આંદોલન: હાર્દિક પટેલ

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin