Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સોલિડ વેસ્ટ ના નામે અમદાવાદ કોર્પોરેશન ના ડાયરેક્ટર અને અધિકારી ઓ નો કરોડો રૂપિયા નું કૌભાંડ માં એસીબી તપાસ ના આદેશ આપવા ની માંગ

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી ના નામે અસંખ્ય કંપની ઓ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. NCP ના અમદાવાદ શહેર પ્રમુખઆકાશ સરકાર ના તપાસ કરતા માલુમ પડેલ છે કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના મ્યુ. કમિશનર શ્રી લોચન સેહરા, સોલિડ વેસ્ટ ખાતાના નાયબ મ્યુ. કમિશનર શ્રી સી. આર. ખરસાણ અને સોલિડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટર શ્રી હર્ષદરાય સોલંકી આ કચરાના કરોડો ના ભ્રષ્ટાચાર માં સંપૂર્ણ પણે સામેલ છે તો આ ત્રણેય સામે કોઈજ પ્રકાર ના પગલા ભરાતા નથી.
આકાશ સરકારના જણાવ્યા મુજબ municipal કોર્પોરેશન દ્વારા બે કંપનીઓને 2012માં કામ આપવામાં આવેલ છે વર્ષ 2017માં બંને કંપનીઓની સાથે ઓફિસર કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે.

1, એબેલોન ક્લીન એનર્જી લિમિટેડ
2, ઝિંદાલ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ

વધુમાં આકાશ સરકારે જણાવ્યું કે આ બંને કંપનીઓએ તેમના કોઇ પ્લાન ચાલુ કર્યા નથી તથા  કોન્ટેક્ટ માં લખેલા છે તે સ્થાપેલ નથી તેવી અમને માહિતી અમોને મળેલ છે. કન્સેશન એગ્રીમેન્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કંપનીઓને કામ આપવામાં આવેલ છે તેમની જગ્યાએ બીજી અન્ય કંપનીના નામે આ કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે ઝિંદાલ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાના નામે કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવેલ નથી પરંતુ એક નવી કંપની બનાવી ને “ઝિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ (અમદાવાદ) પ્રાઇવેટ લિમિટેડ નામથી એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે તેથી મોટો સવાલ એ ઉભો થાય છે કે “ઝિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ (અમદાવાદ )પ્રાઇવેટ લિમિટેડ જો કોઈ નાદારી નોંધાવે તો તે બાબતે જવાબદારી કોની? તેવી જ રીતે એબેલોન એનર્જી લિમિટેડ દ્વારા પણ એક નવી કંપની “ગુડ વોટ્સ wet અમદાવાદ પ્રાઇવેટ લિમિટેડ બનાવવામાં આવી હતી કરણ અનુસાર ઝિદાલ અર્બન ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડને 14 એકર જમીન ( જમીન મોર્ગેજ નહિ કરવાની શરતે ) અને એબેલોન ક્લીન એનર્જી ને 13 એકર જમીન ( જમીન મોર્ગેજ નહીં કરવાની શરતે ) અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ બંને કંપની દ્વારા જમીનને મોર્ગેજ કરીને કરોડો રૂપિયાની લોનો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આઈ.આર.ઈ.ડી.એ ( ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી ) માથી લેવામાં આવેલ છે તેવી માહિતી અમને સૂત્રો દ્વારા મળેલ છે તેની યોગ્ય ચકાસણી કરવા આપ સાહેબશ્રીને અમોની નમ્ર અરજ છે લોન લેવા માટે જે કાગળો મૂકવામાં આવે છે તેની સાથે આ કંપનીઓ દ્વારા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડી. પી. આર.) મૂક્યો હતો જેની અંદર જે ટેકનોલોજી બતાવવામાં આવી છે તે ટેકનોલોજી પ્લાન્ટ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવી નથી જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલી જમીનો ઉપર મોર્ગેજ નહીં મૂકવામાં આવે તેવી શરતો મૂકવામાં આવી હતી પરંતુ બાદમાં આ આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા લોન લેવા માટે જે તે જરૂરી કાગળો ચોકસાઈ પૂર્વક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા બનાવીને આ બંને કંપનીઓને આપવામાં આવેલ છે તેથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ કંપનીઓ નાદાર થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ રદ કરી નાખે અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંપનીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર લેવામાં આવેલા કરોડો રૂપિયાની લોન કોણ ભરશે તે મોટો સવાલ છે?
આ બંને કંપનીઓ દ્વારા હજુ સુધી કચરો સાફ કરવાનું કોઈ કામ શરૂ કરવામાં આવેલ નથી વર્ક ઓર્ડર પ્રમાણે જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવેલ નથી કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકનોલોજીના મંજૂરી આપવામાં આવે છે તે ટેકનોલોજી લગાવવામાં આવેલ છે કે નહીં તે એક મોટો સવાલ ઊભો થાય છે?
વધુમાં જણાવ્યું કે દર ત્રણ મહિને આ ઉપયોગ કંપનીઓ દ્વારા પોતાની કામગીરી નો પ્રોગ્રેસ રિપોર્ટ સબમીટ કરવાનો હોય છે પરંતુ બંને કંપની દ્વારા અત્યાર સુધીમાં અમુક જવાબ પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવામાં આવેલ છે એવી માહિતી અને સુત્રો દ્વારા મળેલી છે અને આ પ્રોગ્રેસ રિપોર્ટ અને એમ્બ્યુલન્સ નથી કરવામાં આવતો તેમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
દૈનિક એક હજાર મેટ્રિક ટન કચરામાંથી વીજળી બનાવવાની કામગીરી આ બંને ઉપરોક્ત કંપનીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨થી સોંપવામાં આવેલ છે અને કન્સેશન એગ્રીમેન્ટ મુજબ વર્ષ 2017 થી કચરાના પ્રોસેસિંગ કાર્ય શરૂ કરવાનું હોવા છતાં હજુ સુધી એક માટે કંઈ પણ કરવા બંને કંપનીઓ દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યો નથી તેથી તાત્કાલીક અસરથી આ બંને કંપનીઓને બ્લેકલિસ્ટ કરી સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું  કાર્ય ન કરે તે માટે જાહેર નોટિસ આપવામાં આવે તેવી માંગણી છે
કચરાનો નિકાલ કરવાની જગ્યાએ કચરો એક જગ્યાએથી બીજી જગ્યા પર ફક્ત અને ફક્ત મૂકવામાં આવે છે
આ કચરાના કારણે રામપુરા દાણીલીમડા ઇસનપુર, નારોલ ,ગ્યાશપુર, મણીનગર,વટવા માં રહીશો ને ચામડીની ફેફસાનું કેન્સર ટી.બી અને ક્યારેય મળી શકે તેવી બીમારીઓ થવા પામી છે NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકારે કોર્પોરેશનને ખુલ્લી ચેલેન્જ આપી છે કે આના જવાબદાર ફક્ત ને ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સેહરા, સોલિડવેસ્ટ વિભાગના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સી.આર. ખરસાણ અને ડાયરેક્ટર શ્રી હર્ષદરાય સોલંકી છે અને જો આ કોઈ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને આનો નિકાલ નહી આવે તો NCP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે

संबंधित पोस्ट

उत्तर प्रदेश के लखनऊ में जज और उनकी पत्नी पर हमला।

Admin

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News

JEE Mains & Advanced: परीक्षा में बड़ा बदलाव, नए बोर्ड को मिली परीक्षा की जिम्मेदारी

Karnavati 24 News

जानिए क्या है जन्माष्टमी की सही तिथि, शुभ मुहूर्त और पूजन विधि

Karnavati 24 News

મહેસાણા લોકસભાના સંસદ સભ્ય શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને દિશાની બેઠક યોજાઇ

Karnavati 24 News