Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

ભરૂચ:નર્મદા નદી માંથી એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ,નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ..!!

ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,નર્મદા મૈયા બ્રિજ પર થી મોત ની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના બનાવો ફરી એક વાર સામે આવી રહ્યા છે,જેમાં આજે સવારે એક સાથે બે જેટલા મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી,

બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે રહેતો ૨૮ વર્ષીય સંતોષ મીઠા ભાઈ મકવાણા ગત તારીખ ૨૮ મીના રોજ ઘરે થી રાત્રીના સમયે કોઈ કારણસર નીકળી ગયો હતો અને નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી પરિવાર જનોને ફોન કરી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેમ જણાવી ફોન કટ કરી વોટ્સએપ ઉપર પરિવાર ને છેલ્લો ફોટો મોકલી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી,જે બાદ પરિવાર જનોએ નર્મદા મૈયા બ્રિજ ખાતે દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી,જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો,

તો બીજી તરફ અંકલેશ્વર ના ત્યાગી નગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય રાજેન્દ્ર ભાઈ છગન ભાઈ પરમાર નાઓએ પણ કોઈ કારણસર ગત રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર થી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી,જે બાદ અંકલેશ્વર નગર પાલિકા ના ફાયર લાશકરોએ નર્મદા નદીમાં નાવડા ની મદદ થી મૃતકોની શોધખોળ હાથધરી હતી, ફાયર ના લાશકરોએ કરેલ શોધ ખોળ માં બંને મૃતકો બ્રિજ ની આસપાસ થી જ મળી આવ્યા હતા,એક સાથે બંને મૃતકોને નદી ની બાહર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોમાં ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો,

ત્યારે મામલા અંગેની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે બંને મૃતકો ની લાશનો કબ્જો લઈ તેઓને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

संबंधित पोस्ट

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

Karnavati 24 News

શિક્ષણ આરોગ્યને ધ્યાને લઈ જરૂરિયાત મંદ લોકોને મદદ મળી શકે માટે સંસ્થા શરૂ કરાશે

Admin

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીનો 24 કલાક નો નવરંગો માંડવો યોજાયો

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin